જકાર્તા: ઇન્ડોનેશિયા દેશ હવે ખાંડના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્ટેટ પ્લાન્ટેશન કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ મોહમ્મદ અબ્દુલ ગનીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયંત્રિત ખાંડ મિલો માટે એક હોલ્ડિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી રહી છે અને 2024 સુધીમાં ખાંડની આયાત ઘટાડશે. સાથોસાથ સફેદ ખાંડનું ઉત્પાદન વધારીને 18 લાખ ટન કરશે. મોહમ્મદ અબ્દુલ ગનીએ સંસદ સભ્યોને જણાવ્યું હતું કે, સ્ટેટ પ્લાન્ટેશન ગ્રુપ પીટી પેર્કેબુનન નુસંતારા 3 (PTPN3) હેઠળ, ખાંડ મિલો આ વર્ષે 800,000 ટન સફેદ ખાંડનું ઉત્પાદન કરે છે અને 2030 સુધીમાં ઉત્પાદનને 2.6 મિલિયન ટન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ખાંડનું ઉત્પાદન વધારીને, અમે આયાત ઘટાડી શકીએ છીએ, વિદેશી મુદ્રા ભંડારને બચાવી શકીએ છીએ અને ખાદ્ય આત્મનિર્ભરતા સુધી પહોંચી શકીએ છીએ. ગનીએ કહ્યું કે, PTPN 3 હાલમાં તેની સંપત્તિ નવી હોલ્ડિંગ કંપનીને ટ્રાન્સફર કરી રહ્યું છે, જે નવી મિલો સહિત વિસ્તરણ માટે લગભગ 20 ટ્રિલિયન રૂપિયા (US $ 1.40 અબજ) નું રોકાણ કરશે.