સામાન્ય જનતાને પડી મોંઘવારીની માર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા મંગળવારથી પેટ્રોલની કિંમતમાં વધારો થવા લાગ્યો હતો. દરમિયાન, સપ્તાહમાં બે દિવસ બુધવારે અને આ સોમવારે જ ભાવ સ્થિર હતા. આ સિવાય દરરોજ ભાવમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2.35 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડીઝલ 3.50 રૂપિયા મોંઘુ થયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.84 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.47 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.83 રૂપિયા અને ડીઝલની કિંમત 100.29 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 104.52 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.58 રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નઈમાં પણ પેટ્રોલ 101.27 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 96.93 રૂપિયા પ્રતિ લીટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here