નબળા પ્લાનિંગ અને રિસોર્સીસનો અભાવ હોવા છતાં ક્યુબાએ ખાંડના નિકાસ ટાર્ગેટ હાંસલ કર્યા

નબળા પ્લાનિંગ અને રિસોર્સીસનો અભાવ હોવા છતાં ક્યુબાએ ખાંડના નિકાસ ટાર્ગેટ હાંસલ કર્યા

રિસોર્સીઝના અભાવ અને બિનકાર્યક્ષમ પ્લાંનિંગને કારણે સ્થાનિક ઘરેલુંમાર્કેટમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, ક્યુબાએ વિશ્વભરમાં વિવિધ બજારોમાં તેના ખાંડની નિકાસ નો ક્વોટા હાંસલ કરવામાં સફળતા મેળવી છે.

ચીન અને ખાસ કરીને યુરોપની અન્ય બજારમાં અમે ખાંડ નિકાસ કરવાનું લક્ષયાંક ચુક્યા નથી ઉપરાંત, ઘર વપરાશના ઉપયોગને પણ અમે પહોંચી શક્ય છીએ તેમ , લુર્ડેસ કાસ્ટેલેનોસ, આંતરરાષ્ટ્રીય સંબંધોના ડિરેક્ટર, એઝક્યુબા, ખાંડ ઉત્પાદન માટેના રાજ્ય જૂથના લુર્ડેસ કાસ્ટેલેનોસ જણાવ્યું હતું

ગયા નવેમ્બરમાં શરૂ થયેલી વર્તમાન ખાંડની હાર્વેસ્ટિંગ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફક્ત 82 ટકા જેટલી થઈ છે, જે હવે હાર્વેસ્ટમાં ફક્ત બે મહિના બાકી છે.

ડિસેમ્બરમાં સંસદીય બેઠક દરમિયાન ક્યુબન ઇકોનોમી અને પ્લાનિંગ મંત્રી અલેજાન્ડ્રો ગિલએ જણાવ્યું હતું કે કેરેબિયન રાષ્ટ્રમાં 1.5 મિલિયન ટનની કુલ ઉત્પાદન અને આ વર્ષે 920,000 ટનની નિકાસ થવાની ધારણા છે, જે 2018 થી 50 ટકાનો વધારો દર્શાવે છે.

કેસ્ટલનોસે જણાવ્યું હતું કે એઝક્યુબાએ એકંદર યોજના પર મૂકી દીધી ન હતી , કારણ કે તાજેતરમાં ટાપુ પર સામગ્રી સંસાધનો પહોંચ્યા હતા જેને કારણે ઉત્પાદનમાં વધારો શક્ય હતો.

તેમણે કહ્યું હતું કે ઉદ્યોગમાંથી ઉત્પન્ન થતા અન્ય ઉત્પાદનો જેવા કે રમ, મધ, બાયોસ્ટેમ્યુલન્ટ્સ અને આલ્કોહોલ પણ નિકાસ યોજનાને પરિપૂર્ણ કરવામાં મદદ કરે છે.

ફાઇનાન્સિંગ અને રોકડની મર્યાદાઓને લીધે આગામી વર્ષેહાર્વેસ્ટિંગ માટે કહન્દ કરીને માંદી મિલોને નવા સ્પેર પાર્ટ્સ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને આવતા વર્ષે પણ તેની એક અસર જોવા મળી શકે તેમ છે.

ગયા સપ્તાહે એક ઉદ્યોગની બેઠક દરમિયાન, એઝક્યુબાના પ્રમુખ જુલિયો એન્ડ્રેસ ગાર્સિયાએ જણાવ્યું હતું કે આ હાર્વેસ્ટિંગ દરમિયાન 35,000 હેકટરથી વધુ ખાંડની વાવણી કરવામાં આવી નથી, જે ખાંડના ઉત્પાદન માટે આશરે 1.5 મિલિયન ટન કાચા માલનું પ્રતિનિધિત્વ કરે છે.

ક્યુબન પ્રમુખ મીગ્યુએલ ડાયઝ-કેનલ એ જ બેઠકમાં કેરેબિયન દેશ માટે ખાંડ ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમને જણાવ્યું હતું કે ખાંડ માત્ર એક નિકાસ આઇટમ નથી, પણ નોકરી, વીજળી અને પશુધન પેદા કરવા માટે પણ મદદ કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ડાયઝ-કેનલે જણાવ્યું હતું કે ક્યુબા પાસે મુશ્કેલીઓ હોવા છતાં તેના ખાંડના ઉત્પાદનને જાળવી રાખ્યું છે અને રાખશે અને નિકાસ અને આંતરિક માંગ માટેના યોગ્ય આઉટપુટ મુજબ તેને માપવામાં પણ આવશે.

ક્યુબન નેતાએ જણાવ્યું હતું કે કાર્યક્ષમતા અને આવકમાં વધારો કરવા ઉદ્યોગને બે દિશામાં કામ કરવું જોઈએ.

“આપણે આ ખાંડની સિઝનના બાકીના ભાગોમાં પરિણામો સુધારવું જોઈએ અને ભવિષ્યમાં હાર્વેસ્ટિંગ ગોઠવણ કરવી જોઈએ, જેના માટે કાર્યકારી જૂથ બનાવવું જોઈએ જે સમસ્યાઓનું વિશ્લેષણ કરે છે અને ઉકેલોનો પ્રસ્તાવ કરે છે.”

ખાંડ એ ક્યુબાના સૌથી મહત્વપૂર્ણ ઉદ્યોગ અને નિકાસની આઇટમ રહી છે , જેનું 1991 માં ઉત્પાદન 8 મિલિયન ટન સુધી પહોંચ્યું હતું . હવે આ ઉદ્યોગ તબીબી સેવાઓ, પર્યટન, બાયોટેકનોલોજી અને પ્રીમિયમ સિગાર જેવા ક્ષેત્રો થી પણ પાછળ રહ્યું છે.

ક્યુબન ખાંડના પરંપરાગત બજારોમાં એશિયા, રશિયા અને બેલારુસમાં યુરોપમાં ઇન્ડોનેશિયા, ચીન, કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે, મધ્ય પૂર્વમાં લેબેનોન અને લેટિન અમેરિકામાં પેરુનો સમાવેશ થાય છે.લુર્ડેસ કાસ્ટેલેનોસ, આંતરરાષ્ટ્રીય સંબંધોના ડિરેક્ટર, એઝક્યુબા, ખાંડ ઉત્પાદન માટેના રાજ્ય સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here