શું નેપાળની પણ શ્રીલંકા જેવા કંગાળ સ્થિતિ થશે; નિષ્ણાંતોના મત શું છે ?

ભારતના પાડોશી દેશ શ્રીલંકા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે એક વધુ પાડોશી દેશ નેપાળમાં પણ આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. હાલ એ વાત અંગે વિચારવામાં આવી રહ્યું છે કે શ્રીલંકા જેવી પરિસ્થિતિ નેપાળની પણ થઇ શકે છે, હાલ આ પ્રકારનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. હાલ નેપાળમાં રાજકિત મુદ્દો પણ બની ગયો છે અને નેપાળના વિપક્ષના નેતા તો કહી પણ રહ્યા છે કે નેપાળની હાલત શ્રીલંકા જેવી પેદા થવા જઈ રહી છે. જોકે અર્થશાસ્ત્રીઓ કંઈક જુદું વિચારી રહ્યા છે. એક્સપર્ટ મણિ રહ્યા છે કે નેપાળની સ્થિતિ શ્રીલંકા કરતા જુદી છે.

નેપાળની મધ્યસ્થ બેન્ક NEPAL RASHTRA BANK ના જણાવ્યા અનુસાર નેપાળમાં વર્ષ 2021-22 ના પહેલા 8 મહિનામાં મોંઘવારી દર 7.14% રહ્યો છે જે પાછળ 67 મહિનામાં સૌથી વધુ છે. અધિકારીઓ અને એક્સપર્ટ મણિ રહ્યા છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિમંત વધતા અને ખાદ્ય સામ્રગી મોંઘી થતા મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે. બીજું અન્ય દેશમાંથી નેપાળ આવતા લોકોનો પૈસા ઓછા થયા છે. બીજી બાજુ વર્ષમાં કોરોના ના છેલ્લા બે વર્ષ દરમિયાન ટુરિઝમ ને ભારે અસર પહોંચી છે. પ્રવાસીઓ અહીં ઓછા આવતા વિદેશી મુદ્રા ભંડોળને પણ ભારે અસર પહોંચી છે.

વેપાર અને નિકાસ પ્રમોશન સેન્ટર અનુસાર, પેટ્રોલિયમ ઉત્પાદન દેશની સૌથી મોટી આયાત વસ્તુ છે, જે નેપાળની સમગ્ર આયાતમાં 14 ટકા હિસ્સો ધરાવે છે. રેમિટન્સ નેપાળ માટે વિદેશી હૂંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત છે અને તે 1.7 ટકા ઘટીને રૂ. 631.19 અબજ થયો છે. આયાતમાં વધારો અને રેમિટન્સમાં ઘટાડો થવાને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં દેશની વિદેશી હૂંડિયામણ અનામત 16.3 ટકા ઘટીને રૂ. 1,171 અબજ થઈ છે, જે માત્ર 6.7 મહિનાની આયાત માટે પૂરતી છે.

નિષ્ણાતો કહે છે કે નેપાળ અને શ્રીલંકાની પરિસ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત છે. શ્રીલંકાની જેમ નેપાળ પણ ચીનના દેવા ની જાળમાં ફસાયું નથી. નેપાળે ચીનના લાખો દબાણ છતાં BRIના કોઈપણ પ્રોજેક્ટ માટે લોન લેવાનો ઈન્કાર કરી દીધો છે. વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, ભારત અને અમેરિકાનું વ્યાજ જે હાલમાં નેપાળ પર છે તે ઘણું ઓછું છે. આ સિવાય આ તમામ લોન ખૂબ લાંબા ગાળાની છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉવાના ભારત પ્રવાસ દરમિયાન થયેલા કરારો પણ મદદરૂપ થવાના છે. આ સિવાય નેપાળે હાલમાં જ અમેરિકાના મિલેનિયમ ચેલેન્જ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના કારણે નેપાળને ટૂંક સમયમાં 50 મિલિયન યુએસ ડોલર મળવાના છે. યુએસએના યુ એસ એ તાજેતરમાં નેપાળને લગભગ 65 મિલિયન યુએસ ડોલર આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ત્રિભુવન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા રામ પ્રસાદ જવાલી કહે છે કે આ સમયે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનો સમય ચાલી રહ્યો છે. નેપાળ પર તેની અસર થવાની જ છે. કથળતા આર્થિક સૂચકાંકને કારણે દેશની અર્થવ્યવસ્થા કટોકટી તરફ આગળ વધી રહી છે, પરંતુ હજુ સુધી ગંભીર સ્થિતિમાં પહોંચી નથી. નિકાસની સરખામણીએ આયાતમાં જંગી વધારો થયો છે, જેના કારણે હાલની સ્થિતિ સર્જાઈ છે. શ્રીલંકા બહુપક્ષીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જ્યારે નેપાળની સમસ્યા મોટાભાગે વધતી આયાત સાથે સંકળાયેલી છે.

અર્થશાસ્ત્રી અચ્યુત વાગલેના મતે નેપાળની અર્થવ્યવસ્થા પહેલાથી જ સંકટમાં છે. જો કે શ્રીલંકા જેવી સ્થિતિ હજુ ઉભી થઈ નથી. આ નાણાકીય વર્ષમાં ઉચ્ચ વેપાર ખાધ $18 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે, જે અર્થતંત્ર માટે એક મોટું જોખમ ગણી શકાય. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશનો ડેટ-જીડીપી રેશિયો 40 ટકાને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં, જો આપણે દેવાં એકઠા કરવાનું ચાલુ રાખીશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here