ચંદીગઢ/કપુરથલા: જગતજીત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પંજાબમાં અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 210 કરોડનું રોકાણ કરશે, એમ જગતજીત ઈન્ડસ્ટ્રીઝના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
જગતજીત ઇન્ડસ્ટ્રીઝના ચીફ રિસ્ટ્રક્ચરિંગ ઓફિસર અને પ્રમોટર રોશની સનાહ જયસ્વાલે પીટીઆઈને જણાવ્યું હતું કે અમે પંજાબના કપૂરથલા જિલ્લાના હમીરા ખાતે દરરોજ 200 કિલો લિટર (200 KLPD)ની ક્ષમતા ધરાવતો અનાજ આધારિત ઇથેનોલ પ્રોજેક્ટ સ્થાપી રહ્યા છીએ. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 210 કરોડ રૂપિયા છે. રોકાણનું ભંડોળ બેંક લોન અને આંતરિક ઉપાર્જન દ્વારા કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. કંપનીને આ પ્રોજેક્ટ માટે વન અને પર્યાવરણ મંત્રાલય તરફથી પર્યાવરણ મંજૂરી અને લાઇસન્સ પહેલેથી જ મળી ચૂક્યું છે. આ પ્લાન્ટ જૂન 2024 સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.
જયસ્વાલે કહ્યું, અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને ઇથેનોલ સપ્લાય કરીશું. અમને ઈથેનોલ પ્લાન્ટ માંથી આશરે રૂ. 400 કરોડની આવકની અપેક્ષા છે. આ વર્ષે, અમે રિયલ એસ્ટેટ એસેટ વેચીને અમારા દેવાને 50 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક પણ રાખીએ છીએ, એમ તેમણે ઉમેર્યું.