JUSTDIAL કંપનીની માલિકી હવે RELIANCE RETAIL પાસે આવી

હવેથી સ્થાનિક સર્ચ એન્જિન જસ્ટ ડાયલ પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ પાસે અધિકારો હશે. કંપનીના બોર્ડે તેના મોટા પ્રમાણમાં શેર રિલાયન્સ રિટેલને ફાળવવા મંજૂરી આપી છે.

રિલાયન્સે 2.12 કરોડ શેર હસ્તગત કર્યા છે.
જસ્ટ ડાયલે ગુરુવારે માહિતી આપી કે તેના બોર્ડે કંપનીના 2.12 કરોડ શેર રિલાયન્સ રિટેલ વેન્ચર્સને ફાળવવાની મંજૂરી આપી દીધી છે. શેરની આ ફાળવણી રૂ. 1,022.25 પ્રતિ શેરના આધારે કરવામાં આવી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા આ શેર પર કંપનીને રૂ. 1,012.25 નું પ્રીમિયમ મળ્યું છે અને પ્રાઇવેન્શિયલ ધોરણે ખાનગી પ્લેસમેન્ટ દ્વારા ફાળવવામાં આવ્યું છે.

રિલાયન્સ રિટેલ 41% હિસ્સો
આ શેર ફાળવણી અંગે રિલાયન્સ રિટેલ તરફથી સત્તાવાર નિવેદન પણ આવ્યું છે. આ પછી, જસ્ટ ડાયલની કુલ પેઇડ-અપ શેર મૂડીમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સનો હિસ્સો 40.98%હશે. આ સાથે, જસ્ટ ડાયલ લિમિટેડનું સંપૂર્ણ નિયંત્રણ હવે મુકેશ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ પાસે રહેશે.

રિલાયન્સે પહેલા જ 1.31 કરોડ શેર લીધા છે
રિલાયન્સ રિટેલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ વર્ષે જુલાઈમાં તેણે જસ્ટ ડાયલના 1.31 કરોડ શેર હસ્તગત કર્યા હતા. આ માટે, કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે જસ્ટ ડાયલને શેર દીઠ 1,020 રૂપિયા ચૂકવ્યા હતા.

રિલાયન્સનો રિટેલ બિઝનેસ વધશે
આ હસ્તાંતરણ પછી, રિલાયન્સને જસ્ટ ડાયલના ડેટા બેઝ અને કરોડો વેપારીઓની પહોંચ મળશે. આ તેના રિટેલ બિઝનેસને વિસ્તૃત કરવામાં મદદ કરશે કારણ કે જસ્ટ ડાયલ પાસે 25 વર્ષનું લિસ્ટિંગ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ એક હોલ્ડિંગ કંપની છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હેઠળ સમગ્ર રિટેલ બિઝનેસનું ધ્યાન રાખે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે દેશના રિટેલ સેક્ટરમાં પોતાની લીડ બનાવવા માટે કામ કરી રહી છે. તેથી, કંપનીએ ફ્યુચર ગ્રુપના ફ્યુચર રિટેલ સાથે પણ સોદો કર્યો છે. જોકે, આ અંગે અમેરિકન ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે સતત વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલો હજુ પણ કોર્ટ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here