મોનસુન ને લઈને હવામાન ખાતાના મોટા સમાચાર. અલ નિનો ઇફેક્ટ હોવા છતાં 90% વરસાદની આગાહી

મહારાષ્ટ્રમાં હવામાનને લઈને દરરોજ અલગ અલગ ખબર સામે આવી રહી છે. કાલે જ સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં આવનાર 7 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં મોસમને લઈને મહારાષ્ટ્ર હવામાન વિભાગ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં 2019 અને 2021 માં ભારે વરસાદથી અનેક રાજ્યોમાં ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી. મહારાષ્ટ્ર,આંધ્ર પ્રદેશ,ત્રિપુરા કર્ણાટક જેવા રાજ્યોમાં ભારે વરસાદથી ભારે તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.

2022માં પણ મોસમ વિભાગ દ્વારા 96% વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ વર્ષે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પણ આ વર્ષે વરસાદ અલ નિનો ફેક્ટરથી ચોમાસુ પ્રભાવિત રહેશે. અલ નિનો તોફાન છેલ્લા બે વર્ષથી સક્રિય હોવાને કારણે વરસાદ પર ભારે અસર કરે છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આ વર્ષે પણ અલ નિનો પ્રશાંત મહાસાગરમાં સક્રિય છે. જેને લઈને ભારતમાં ચોમાસાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અલ નિનો હોવા છતાં ભારતમાં 90 % વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ભારતમાં જૂન જુલાઈમાં શાનદાર વરસાદ થશે જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 50%વરસાદ થવાની સંભાવના છે. અલ નિનો ભારતમાં ઓગસ્ટમાં સક્રિય થવાની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here