કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ 

કેરળ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાંચ ઓગસ્ટથી મોસમ વિભાગે કેરલના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. મોસમ વિભાગનું માનીએ તો રાજ્યમાં આવનારા કેટલાક દિવસો દરમિયાન વરસાદ પડવાની સંભાવના યથાવત છે. કેરળના જે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઇદુકી ત્રિશૂર પલક્કડ, કોઝીકોડ વાયનાડ  અને કોસરગોડ  જેવા જિલ્લા સામેલ છે.

 

છેલ્લા કેટલાક દિવસ દરમિયાન કેરળમાં ભૂસ્ખલન થવાની ઘટના પણ સામે આવી છે. જેને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત પણ નીપજ્યા છે અને ઘણા લોકોને સુરક્ષિત સ્થાન પર મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ ભારે વરસાદની વચ્ચે 47 જેટલા રીલીફ કેમ્પ ચાલુ કર્યા છે જ્યાં 757 થી વધારે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

કેરાલાના મુખ્યમંત્રી પીનરાઇ વિજયને પણ લોકોને સલાહ આપી છે કે તેઓ નદી અને પહાડી વિસ્તારોમાં રહેતા હોય તો સુરક્ષિત જગ્યા પર શિફ્ટ થઈ જાય તેમજ પહાડી વિસ્તારોમાં રાત્રે મુસાફરી ન કરે તેવી સલાહ પણ તેમને આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here