5 એપ્રિલે રાત્રે 9 વાગે લાઈટ બંધ કરી દીવડા કરીને માં ભારતીને પ્રાથના કરવાનું પી એમ મોદીનો સંદેશ

143

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્રને સંબોધન કરતા એક વીડિયો સંદેશો જાહેર કરી કોરોના સામેની લડતમાં એક થવા સૂચન કર્યું છે. વડા પ્રધાન મોદીએ તમામ દેશવાસીઓને 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી પોતાના ઘરની લાઇટ બંધ કરવા અપીલ કરી છે અને લાઈટના સ્થાને દીવો કે મીણબત્તી પ્રગટાવે તેવું સૂચન કર્યું છે.

વડા પ્રધાને કાણાવ્યું હતું કે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. 130 દેશવાસીઓના મહાશક્તિને નવી ઊર્જા ઉપર લઈ જવાની છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવાનો છે.ત્યારે રાત્રે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી અથવા મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરજો. પીએમ મોદીએ તમસો મા જ્યોતિર્ગમય સુત્રને દોહરાવતા કહ્યું કે આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મહોલ્લામાં જવાનું નથી.સોશ્યલ ડિસ્ટન્સિંગની રેખાને બિલકુલ ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે.આથી જ રવિવારની રાત્રે થોડા સમય એકલા બેસી મા ભારતીનું સ્મરણ કરો અને સામૂહિકતાનો અહેસાસ કરો. સામૂહિકતાની ઉર્જા જ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here