લોકડાઉન 2.0: મોદી સરકારની આકરી ગાઇડલાઇન જાહેર

2359

સરકારે લોકડાઉન 2.0 માટે ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. ગત વખતની સરખામણીમાં 3 મે સુધી વધેલા લોકડાઉન માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે. જેમાં ખુબ કડક નિર્દેશ રાખવામાં આવ્યાં છે. હવે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. જાહેર સ્થળો પર થૂંકવા બદલ દંડ ફટકારવામાં આવશે. ગૃહ મંત્રાલયે લોકડાઉનના દિશા નિર્દેશો પર કહ્યું છે કે લોકો માટે આંતરરાજ્ય, આંતર જિલ્લા અરજવર, મેટ્રો, બસ સેવાઓ પર 3 મે સુધી પ્રતિબંધ રહેશે.

હાલ પરિવહન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ રહેશે. રાજ્યોની બોર્ડર સીલ રહેશે. આ ઉપરાંત શાળાઓ, કોચિંગ સેન્ટર વગેરે પણ બંધ રહેશે. સરકારે કહ્યું કે ખેતી સંબંધિત કામો માટે છૂટછાટ અપાશે આ સાથે જ મોઢું કવર કરવું પણ જરૂરી રહેશે.

સરકારની ગાઈડલાઈન્સમાં લગ્ન સમારોહ પર રોક સહિત જીમ, અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે. રાજકીય સ્તરે અને ખેલના આયોજન પર રોક લગાવી છે. આ ઉપરાંત માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે. ઘરમાં બનાવેલું માસ્ક, દુપટ્ટો કે અન્ય કપડાનો ઉપયોગ કરી શકાય છે.

ખેતી સંબંધિત ગતિવિધિઓ ચાલુ રહેશે. ખેડૂતો અને કૃષિ મજૂરોને હાર્વેસિ્ંટગ સંબંધિત કામ માટે છૂટ અપાશે. કૃષિ ઉપકરણોની દુકાનો, તેમની મરમ્મત અને સ્પેર પાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશી. ખાતર, બીજ, કીટનાશકોના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલુ રહેશે. તેમની દુકાન ખુલ્લી રહેશે.

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 20 એપ્રિલ સુધી કડક રીતે પાલન કરવું પડશે ત્યારબાદ હોટસ્પોટ નહીં હોય તેવા વિસ્તારોમાં કેટલીક છૂટ અપાશે. આ છૂટ પર ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.

હવાઈ મુસાફરી પર સંપૂર્ણ રોક, બસ સહિત તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર રોક, મેટ્રો સેવા બંધ રહેશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા ઉપર રોક લગાવવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી કે વિશેષ મંજૂરી બાદ જવાની પરવાનગી મળશે. ટેક્સ સર્વિસ બંધ રહેશે. તમામ શૈક્ષણિક સંસ્થાનો, કોચિંગ સેન્ટરો, ટ્રેનિંગ સેન્ટરો 3 મે સુધી બંધ રહેશે. થિયેટરો બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here