લોકડાઉનને કારણે બે મહિનામાં 10 લાખ ટન ખાંડનું વેચાણ ઘટ્યું

કોરોનાવાયરસ રોગચાળાના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા લદાયેલા લોકડાઉનને કારણે ખાંડના વેચાણ પર ભારે અસર પડી છે. લોકડાઉન વચ્ચે મિલો ખાંડ વેચવામાં અસમર્થ છે, જેના કારણે ખાંડનો સ્ટોકનો ગોડાઉનમાં ઢગલો થઈ રહ્યો છે.

ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના અનુસાર,ગયા વર્ષની સીઝનના પ્રથમ 5 મહિનામાં ખાંડના વેચાણની તુલનામાં,આ વર્ષે સુગર મિલોમાંથી ખાંડની રવાનગી ફેબ્રુઆરી, 2020 સુધીમાં 10.24 લાખ ટન વધી હતી. લોકડાઉનને કારણે, માર્ચ અને એપ્રિલ, 2020 માં ખાંડનું વેચાણ ગયા વર્ષે જેટલા વેચાણ થયું હતું તેના કરતા ઓછા હતું, લગભગ 10 લાખ ટન જે પાછલા વર્ષના સમાન સ્તરે ઓછું જોવા મળ્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં અથવા એપ્રિલ 2020 માં સુગર મિલોમાંખાંડના ઉત્પાદનમાં વધારો થયો હોવાના અહેવાલ છે.વધુમાં,સામાન્ય રીતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લોકડાઉન પાછા ખેંચતા જ ખાંડની માંગમાં વધારો થશે.પીણાં,આઇસ ક્રીમ,જ્યુસ વગેરેની ઉનાળાની માંગને કારણે વપરાશમાં વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here