21 દિવસનું લોકડાઉન આગળ વધારવાની સરકારનો કોઈ ઈચ્છા નથી: કેબિનેટ સચિવ રાજીવ ગોબા

ભારતના લોકો માટે અને ખાસ કરીને કેટલાક ઉદ્યોગ માટે હાલ કે રાહતના સમાચાર આવી રહ્યા છે.કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉન બાદના સમયમાં કોઈ વધારાનું લોકડાઉન લાગુ કરવાની મોદી સરકારની કોઈ યોજના નથી.વડા પ્રધાન મોદીએ 24 માર્ચના રોજ મધરાતથી દેશભરમાં 21 દિવસ માટે લોકડાઉન લાગુ કર્યું હતું. કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ કહ્યું કે લોકડાઉનને 21 દિવસ બાદ આગળ વધારવાની હાલ કોઈ યોજના નથી.

પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના વાયરસની સાઈકલ તોડવા માટે આ 21 દિવસનું લોકડાઉન જરૂરી છે.જો આ 21 દિવસ સાચવીને ન રહ્યાં તો અનેક પરિવારો તબાહ થઈ જશે. દેશ પર 21 વાઇશ પાછળ જતો રહેશે .

પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે હિન્દુસ્તાનને બચાવવા માટે,દરેક નાગરિકને બચાવવા માટે, તમારા પરિવારને બચાવવા માટે ઘરોમાંથી બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે અને આ લોકડાઉનને કર્ફ્યૂની જેમ જ સમજજો.. દેશના દરેક રાજ્ય, દરેક કેન્દ્રશાસિત પ્રદેશ,ગલી મહોલ્લાને લોકડાઉન કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here