એલપીજી સિલિન્ડર આજથી 25.50 મોંઘો થયો.નવા દર આજથી જ લાગુ

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો તો થતો આવે છે, હવે સબસિડી વિનાના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. આજે 1 જુલાઈથી ઇન્ડેનના સિલિન્ડર ભરવા માટે 25 રૂપિયા વધુ ચૂકવવા પડશે. મે અને જૂનમાં ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834 રૂપિયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં સિલિન્ડર દીઠ 719 રૂપિયા થઈ હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરી દેવામાં આવી હતી. માર્ચમાં, એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી.

19 કિલો સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો

1 જૂનના રોજ દિલ્હીમાં 19 કિલો સિલિન્ડરનો દર 122 રૂપિયા ઘટાડ્યા હતો. પરંતુ, આ મહિને તેનો દર વધારવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં તેનો દર 1473.5 રૂપિયાથી વધીને 1550 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here