ભોપાલ, મધ્યપ્રદેશ: રાજ્ય સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં ઇથેનોલ નીતિ તેમજ ટોલ પ્લાઝાને મંજૂરી આપી હતી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કેબિનેટની બેઠક બાદ મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 100 ટકા રોકાણ મર્યાદા સુધી મશીનરી પર લાભ આપશે. પેટ્રોલ ઉત્પાદન માટે ઇથેનોલ પ્લાન્ટને 1.5 રૂપિયા પ્રતિ લિટરના દરે લાભ આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 રોકાણકારોએ રાજ્યમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે. જે બાદ ઘણા રાજ્યોમાં ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.