કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથને ચૂંટણી વચન પુરા કરવાની યાદ અપાવી

84

કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે કોંગ્રેસના જ મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખીને મુરૈના જિલ્લામાં સુગર મિલ ફરી શરૂ કરવા તાકીદ કરી છે.

પત્રમાં સિંધિયાએ મુખ્યમંત્રીશ્રીને જિલ્લા પક્ષના કૈલારસ શહેરમાં ક્ષતિગ્રસ્ત સુગર મિલને પુનર્જીવિત કરવા જણાવ્યું છે.પત્રમા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી વચનને પૂરા કરવા મુખ્ય મનત્રી કમલનાથને યાદ અપાવી છે. “મુરૈનાના લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની તમામ છ બેઠકો પર અમને ચૂંટાવીને આશીર્વાદ આપ્યા. હવે, આપણી ફરજ છે કે આપણે મિલને પુનર્જીવિત કરવા માટે જરૂરી પગલાં ભરીએ, ”એમ જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું હતું।

કમલનાથ સરકાર તરફથી હજુ કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here