આગ લાગવાની ઘટના બન્યા બાદ મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે પહોંચ્યા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પર

101

કોરોનાની  રસી બનાવતી પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ  બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બાદ આજે મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી અને આગ લાગ્યા બાદની પરિસ્થિતિથી વાકેફ થયા હતા.

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે કેબિનેટ મંત્રી અને તેમના સુપુત્ર આદિત્ય ઠાકરે પણ પહોંચ્યા હતા અને કંપનીના સી ઈ ઓ આદર  પુનાવાલા  અને અધિકારીઓ સાથે ઘટના અંગે રિપોર્ટ અને માહિતી મેળવી હતી.
ગઈકાલે આગ લાગવાની ઘટના બાદ સરકારે ત્રણ એજણાસીને તપાસના ઓર્ડર આપ્યા છે.આ આગ લાગવાની ઘટનાથી 5  લોકોના કરુણ  મોટ નિપજ્યા હતા.
આ દુર્ઘટના સંસ્થાના ગેટ નંબર -1 પર સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મંજરી પ્લાન્ટમાં બની હતી. કોરોના રસી જે પ્લાન્ટમાં બનાવવામાં આવી રહી છે તે ગેટ નંબર 3, 4 અને 5 પર હાજર છે. અહીંના પ્લાન્ટમાં કોરોના રસીનું ઉત્પાદન અને સંગ્રહ કરવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ત્રણેય દરવાજા જ્યાંથી અકસ્માત થયો છે તેનાથી બરાબર વિરુદ્ધ દિશામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here