મહારાષ્ટ્ર: ડિસ્ટિલરીઓને ડિસેમ્બર સુધીમાં સેનિટાઇઝર બનાવવાની મંજૂરી આપવામાં આવી

મુંબઇ: માર્ચ મહિનામાં કોરોના વાયરસ રોગચાળાની શરૂઆતમાં,રાજ્યમાં લગભગ 108 જેટલા ડિસ્ટિલરીઓને હેન્ડ સેનિટાઇઝર બનાવવાની વિશેષ પરવાનગી મળી હતી, જેને એફડીએ દ્વારા ડિસેમ્બર સુધી સેનિટાઇઝર ઉત્પાદન ચાલુ રાખવા માટે મંજૂરીઆપવામાં આવી છે. લોકડાઉનમાં ઢીલ મુકાતા રાજ્યના એફડીએ દ્વારા સેનિટાઈઝર ઉત્પાદકોની માંગમાં વધારો થતાં ગત સપ્તાહે ઉત્પાદનની સમયમર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી.

ગ્રાહક બાબતોના મંત્રાલયના આદેશ બાદ એફડીએએ અંતિમ સમયમર્યાદામાં વધારો કર્યો છે. હાલમાં, 252 એકમો 108 ડિસ્ટિલરીઓ સહિત સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરે છે. રાજ્યમાં એપ્રિલમાં લગભગ 80 લાખ લિટર સેનિટાઇઝરનો વપરાશ થયો હતો.મે મહિનાના વેચાણ ડેટા સંકલિત કરવામાં આવી રહયા છે.

એફડીએના વડા અરુણ ઉનહાલે કહ્યું કે ગુણવત્તા નિયંત્રણ માટે હવે સેનિટાઈઝર પર કડક નજર રાખવામાં આવશે. જેમ જેમ અર્થતંત્ર ફરી ખુલતું જાય છે અને વધુ લોકો કામ માટે બહાર નીકળશે તેમ સેનિટાઇઝરોની માંગ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here