મહારાષ્ટ્રઃ આ સિઝનમાં ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના

મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરથી 2021-22ની શેરડી પીલાણની સિઝન શરૂ થઈ છે અને આ સિઝનમાં રેકોર્ડ ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે.

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા સમાચાર મુજબ શુગર કમિશનર શેખર ગાયકવાડે આ સિઝનમાં ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગાયકવાડે જણાવ્યું હતું કે શેરડીનો વાવેતર વિસ્તાર 2020-21ની સિઝનમાં 11.42 લાખ હેક્ટરથી વધીને આ વર્ષે લગભગ 12.5 લાખ હેક્ટર થયો છે. આ વર્ષે શેરડીનો વાવેતર વિસ્તાર અત્યાર સુધીનો સૌથી વધુ છે, એમ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં અગાઉ 12.5 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીની ખેતી નોંધાઈ નથી અને પાકની ગુણવત્તા પણ સારી છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ પિલાણ સિઝનમાં 155 ખાંડ મિલોએ લાયસન્સ માટે અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 172 લાઈસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 131 મિલોએ પિલાણ શરૂ કરી દીધું છે. ગાયકવાડે કહ્યું, જે મિલોએ એફઆરપી ચૂકવી નથી તેમને અમે લાયસન્સ આપ્યું નથી.

આ પિલાણ સીઝન માટે 14 નવેમ્બર સુધી 62 સહકારી અને 69 ખાનગી ખાંડ મિલો કાર્યરત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 97.71 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે અને 83.61 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે. રિકવરી રેટ 8.56% છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here