મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીએ દાવો કર્યો – 20 મે બાદ આદર પૂનાવાલા રાજ્યને 1.5 કરોડ રસી આપશે

76

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કોરોના રસીને લઈને મહત્વની વાત કરી છે . આરોગ્ય મંત્રીએ કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી મહારાષ્ટ્રને 1.5 કરોડ ડોઝ આપશે. રાજ્યોએ કોરોના રસીકરણ કાર્યક્રમની મધ્યમાં રસીની ઉણપનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ વાત સામે આવી છે. આ સમય દરમ્યાન, ઘણા રાજ્યોમાં રસીના અભાવને કારણે રસીકરણ કેન્દ્રો બંધ હોવાના પણ સમાચાર હતા.

મુખ્ય પ્રધાનને વચન
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં રાજેશ ટોપે કહ્યું, “સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વચન આપ્યું છે કે તેઓ 20 મે પછી કોવિશિલ્ડના 1.5 કરોડ ડોઝ આપશે.” “આ પછી, 18-44 વર્ષની વય જૂથનું અમે રસીકરણ શરૂ કરીશું ”

રસીના અભાવે રસીકરણ બંધ થયું
મહારાષ્ટ્રમાં કોરોનાની સમીક્ષા માટે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક પછી રાજેશ ટોપે કહ્યું હતું કે, “રસીના અભાવને કારણે, 18-44 વર્ષની વયના લોકોને રસીકરણ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે આ વય જૂથ માટે ખરીદેલી રસી હાલમાં 45 વર્ષની ઉપરના લોકોને આપવામાં આવશે.

રાજ્યમાં કોરોના દર્દીઓ
તમને જણાવી દઈએ કે આ સમયે કોરોનાના મોટાભાગના કેસો મહારાષ્ટ્રના છે. બુધવારે 46,781 નવા કેસ આવ્યા હતા. આ સમય દરમિયાન 816 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 52,26,710 થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 78,007 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 5,46,129 સક્રિય દર્દીઓ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here