શરૂઆતી તેજી બાદ શેર બજારમાં સપ્તાહની શરૂઆતમાં જોવા મળ્યો થોડો દબાવ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 12100 ની નજીક આવ્યા બાદ બજાર પર થોડો દબાવ જોવા માલ્ટા સેન્સક્સ નીચે આવ્યો હતો

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકા સુધી તૂટ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.35 ટકાની નબળાઈ આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 130.97 અંક એટલે કે 0.32 ટકા સુધી ઉછળીને 40924.74 ના સ્તર પર શરૂઆતી કારોબાર કરી રહ્યા હતા પણ ત્યાર બાદ થોડો દબાવ જોવા મળ્યો હતો . જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.30 અંક એટલે કે 0.23 ટકાની તેજીની સાથે 12084.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા બાદ 12045 સુધી જોવા મળ્યો હતો .

ઑટો, આઈટી, પીએસયુ બેન્ક, એફએમસીજી, મેટલ અને ફાર્મા શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.22 ટકાના વધારાની સાથે 31874.35 ના સ્તર પર પહોંચી ગઈ છે.

દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, ઝિ એન્ટરટેનમેન્ટ, ગ્રાસિમ, રિલાયન્સ, ભારતી ઈન્ફ્રાટેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિંડાલ્કો અને બ્રિટાનિયા 0.67-8.16 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, યસ બેન્ક, આઈશર મોટર્સ, બીપીસીએલ અને કોલ ઈન્ડિયા 1.29-2.54 ટકા સુધી લપસ્યા છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, એસ્કોર્ટ્સ, ફિનિક્સ મિલ્સ, એલએન્ડટી ટેક્નોલોજી અને ગ્લેક્સોસ્મિથ 2.84-1.34 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં ઈન્ફો એજ, એડલવાઇઝ, ફ્યુચર કંઝ્યુમર, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ગ્રેફાઇટ ઈન્ડિયા 3.59-2.42 ટકા સુધી ઘટ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં જાગરણપ્રકાશન, પ્લાસ્ટિબ્લેન્ડ્સ, ડી-લિંક ઈન્ડિયા, ફ્યુચર માર્કેટ અને ઈન્ડિયાબુલ્સ ઈન્ટીગ્રેટેડ સર્વિસ 7.80-4.95 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સુવેન લાઇફ, પ્રાઇમ ફોક્સ, ડાયનામેટિક ટેક, પીસી જ્વેલર્સ અને 8કે માઇલ્સ સૉફ્ટવેર 18.04-4.96 ટકા સુધી તૂટ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here