મલેશિયા સંબંધો સુધારવા માટે વધુ ખાંડ ખરીદવા ઉત્સુક

મલેશિયાએ નાગરિકતા સુધારા કાયદા અને કાશ્મીર સંબંધિત આર્ટિકલ 370 વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ ભારતે કડક કાર્યવાહી કરીને મલેશિયાથી પામ તેલના આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે મલેશિયાની આર્થિક વ્યવસ્થાને અસર જોવા મળી રહી છે. હવે આ મુદ્દાને શાંત કરવા માટે મલેશિયા ભારત પાસેથી વધુ ખાંડની ખરીદીની વાત કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર મલેશિયાના એક ટોચની ખાંડ રિફાઇનરે જણાવ્યું હતું કે તેવો ભારતથી ખાંડની ખરીદીમાં વધારો કરશે.માનવામાં આવે છે કે આ પગલું ભારતે લીધેલા પામતેલની આયાત પરના પ્રતિબંધને શાંત પાડવામાં મદદરૂપ થશે.
સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાત કરતા એમએસએમ મલેશિયા હોલ્ડિંગ્સ બરહાદે કહ્યું હતું કે તેઓ પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાંથી 130,000 ટન કાચી ખાંડ ખરીદશે.કંપનીએ 2019માં ભારતમાંથી લગભગ 88,000 ટન કાચી ખાંડ ખરીદી હતી.જો કે,કંપનીએ ઇનકાર કર્યો હતો કે તેઓ પામ ઓઇલની આયાત પરના પ્રતિબંધને હળવા કરવા માટે ખાંડની ખરીદી વધારી રહ્યા છે.ભારત સુગર સરપ્લસ સાથે સંઘર્ષ કરી રહ્યું છે,અને તે મલેશિયામાં ખાંડની નિકાસ સરપ્લસ ઘટાડવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here