કોરોનાના સંકટ સમયે ભારત અમારો સાચો મિત્ર: માલદિવનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનું ટ્વિટ

મેડિકલ લેવલ પર ભારત અન્ય દેશોને ત્વરિત અને ભારે મદદ કરી છે.કોરોનાના સંકટ સમયે, ભારત એવા દરેક દેશની મદદ કરી રહ્યું છે જેને મદદની જરૂર હોય. તાજેતરમાં ભારતે માલદીવને ખાંડ સહિત અન્ય આવશ્યક સામગ્રી આપીને મદદ કરી હતી.

માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે કહ્યું છે કે, કોરોના વાયરસ રોગચાળા વચ્ચે ભારત માલદીવનો સાચો મિત્ર બની ગયો છે. ભારત દ્વારા 580 ટન આવશ્યક ચીજવસ્તુઓ મંગળવારે ભારતીય નૌકાદળના જહાજ દ્વારા માલદિવ્સ આવી પહોંચી હતી.

આ શિપમેન્ટમાં 200 ટન ચોખા, 140 ટન ઘઉંનો લોટ, 80 ટન ખાંડ, વટાણા 120 ટન, 26 ટન ડુંગળી અને 14 ટન બટાટા શામેલ છે.

લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પ્રકાશિત એક ટવીટમાં રાષ્ટ્રપતિ સોલિહે કહ્યું કે, કોવિડ 19 કટોકટી દરમિયાન ભારત માલદીવનો સાચો મિત્ર રહ્યો છે. આ પડકારજનક સમયમાં આવશ્યક ખોરાક પુરવઠા માટે ભારતની તાજેતરની ભેટ ખાસ કરીને મદદરૂપ છે. અમારી મિત્રતા અને ઉદારતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોનો હાર્દિક આભાર. COVID-19 રોગચાળા વચ્ચે, ભારતે અગાઉ ત્રણ મહિના માટે જરૂરી દવાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here