ખાંડ મિલ કૌંભાંડ : ઘણા મોટા ઓફિસરોની ફસાવાની શક્યતા

758

ઉત્તર પ્રદેશ રાજ્ય ખાંડ નિગમની 21 જેટલી ખાંડ મિલમાં ખંડના વેંચાણમાં થયેલાગોટાળા બાદ સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ થયા બાદ ઓફીસરોમાં હડકંપ મચી જવા પામ્યો છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તપાસમાં ઘણા મોટા માથા ફસાઈ શકે તેમ છે.સાથોસાથ એ સમયના તમામ જિલ્લાના ડીએમ ની પણ પૂછપરછ કરવામાં આવશે.

આ ગોટાળો બસપા સરકારમાં થયો હતો.આ સંદર્ભમાં ગોમતીનગરમાં 2017માં પોલીસ કેસ દાખલ કરવાં આવ્યો હતો.અને તેની તાપસ થોડા દિવસ થયા બાદ સીબીસીઆઈડી માં મોકલી દેવામાં આવી હતી.આ મામલાએ ઘણી ગરમી પકડી હતી પણ હવે શુક્રવારે લખનૌની સીબીઆઈની એન્ટી કરપશન ઓફિસ દ્વારા એફઆઈઆર દાખલ કરવાની સાથે જ અહીં એ વાતે ચર્ચાનુ જોર પકડ્યું હતું કે અહીં ઘણા મોટા અફસરો હવે ફસાશે.અને એફઆઈઆર,આ એમએલસીના પુત્ર સહીત સાત લોકોના નામનો ઉલ્લેખ પણ કરાયો છે.

દરમિયાન સીબીઆઈએ પોતાની તપાસ તેજ કરી છે અને દસ્તાવેજો પણ અંકે કરવાનું કામ શરુ કરી દીધું છે.અને ગોમતીનગર થાણા માંથી પણ તમામ વિગતો લીધી છે. એક ટીમે સીબીસીઆઈડીના અધિકારીઓનો સંપર્ક પણ કરવાનું શરુ કરી દીધું છે.સીબીઆઈ હાલ તો આ મામલાની અંદર સુધી જઈ રહી છે અને સીબીઆઈના સૂત્રોના જણાવાયા અનુસાર બહુજ ટૂંકા સમયમાં ઘણા સામે નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે. તપાસમાં કંપનીઓ નકલી હોવાનું ખુલ્યું હતું એફઆઈઆર લખાવતા પેહેલા થયેલી તપાસમાં શકના ઘેરાવામાં આવેલી બંને કંપનીઓ નકલી કંપની નીકળી હતી.નિગમના મુખ્ય પ્રબંધક એસ કે મેહરાએ નમ્રતા માર્કેટિંગ કંપનીના ડિરેક્ટર અને દિલ્હીના રોહિણી નિવાસી રાકેશ શર્મા,ગાઝીયાબાદના ઈન્દિરાપુરમમાં રહેતા ધર્મેન્દ્ર ગુપ્તા સહરાનપુરમાં સાઉથ સીટી નિવાસી સૌરભ મુકુંદ અને સહરાનપુરના મિર્ઝાપુરમાં રહેતા મોં.નસીમ,વાજિદ અલી, સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here