શેર બજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સ 362 પોઇન્ટ

ભારતીય શેર બજાર આજે મોટા કડાકા સાથે બંધ થયુ છે. કારોબારના અંતે સેન્સેક્સમાં 361.92 પોઈન્ટ અને નિફ્ટીમાં 108.75 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 38,305.41ના સ્તર પર તો નિફ્ટી 11300ના સ્તરે બંધ થયુ હતુ.તમામ ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય બજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી.

સવારે નાના શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 0.58 ટકા અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 0.26 ટકાનો વધારા સાથે કારોબાર નોંધાયો હતો. તેલ ગેસના શેરોમાં બજારને સારો સહારો મળ્યો હતો. બીએસઈના ઓયલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 2.2 ટકાનો ઉછાળો નોંધાયો હતો.સવારે માર્કેટ ખુલ્યું ત્યારે બેન્ક શેરોમાં આજે સારી ખરીદારી નજર આવી રહી હતી.

બેન્ક નિફ્ટીમાં 1.2 ટકાના વધારા સાથે 29452ના સ્તર પર નજર આવી રહ્યો હતો. આજના કારોબારમાં નિફ્ટીમા ફક્ત મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં કમજોરી જોવા મળી હતી. જ્યારે ઓટો, એફએમસીજી, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી.સવારે શેર બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સમાં 185 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં 70 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો

સેન્સેક્સ 38850ના સ્તરને પાર તો નિફ્ટી 11550 પર કારોબાર કરવામાં સફળ રહી હતી.સમગ્ર દિવસ દરમિયાન માર્કેટમાં ભારે ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. બપોરે 12.55 કલાકે નિફ્ટી 11500 ની નીચલી સપાટીએ આવી ગયો હતો. બજારમાં ત્યારે ટીસીએસ,ઇન્ડુસઇન્ડ બેન્ક,ઇન્ફોસિસ સૌથી વધારે શેર પર દબાણ જોવા મળી રહ્યુ હતુ. મિડકૈપ શેરોમાં ભારે દબાણ જોવા મળ્યુ હતુ.બપોરે 02.30 કલાકે માર્કેટમાં ફરી કડાકો નોંધાયો હતો.સેન્સેક્સમાં 690.99 પોઈન્ટનો કડાકો જ્યારે નિફ્ટીમાં 176.10 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. નિફ્ટીના 50માંથી 39 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં 30માંથી 25 શેર ગગડ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here