ગઈકાલે શેર બજારમાં નીચેનું વલણ જોવા મળ્યા બાદ આજે શેર બજારમાં જોવા નિફટી અને સેન્સેક્સમાં ઉપરનું મથાળું જોવા મળ્યું હતું . આજે ઘણા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી.ચીનના આંકડા પર સારા આવતા મેટલ અને સ્ટીલ કંપનીના શેરોમાં ખરીદારી જોવા મળી હતી.
અત્યારે 11;00 વાગે સેન્સેક્સ 29065 એટલે કે 625 પોઇન્ટ ઉપર ટ્રેડ થઇ રહ્યો છે જયારે નિફટી 191 પોઇન્ટના વધારા સાથે 8472 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે.બેન્ક નિફટીમાં પણ આજે સારો મૂળ જોવા મળ્યો હતો અને બાદ કરતા લગભગ બેંકોમાં ખરીદારી જોવા મળી હતી. હાલ બેન્ક નિફટી 193 પોઇન્ટ વધારા સાથે 18982 પર જોવા મળી રહ્યો છે.
આજે રિલાયન્સ ,આઇટીસી, ટીસીએસ અને ઇન્ફોસીસમાં પણ ખરીદારી જોવા મળી હતી તો બીજી તરફ નેસ્લે,ટાઇટન અને પેઇજ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ખરીદારી જોવા મળી હતી જયારે ફાર્મ સેક્ટરમાં પણ કામકાજ સારા રહ્યા હતા