શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે નબળી શરૂઆત

85

આજે શેર બજારમાં ફરી એક વખત વેચવાલીનું જોર રહ્યું હતું અને શરૂઆતી તબક્કામાં જ સેન્સેક્સ અને નિફટી તૂટ્યા હતા.શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 27950 ની નીચે જ્યારે નિફ્ટીએ 8,125.50 સુધી નીચે ગયા હતા સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.1 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.

આજે શરૂઆતી સમયમાં લગભગ તમામ સ્ટોકમાં નબળાઈ જોવા મળી હતી સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.85 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.49 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 319.96 અંક એટલે કે 1.13 ટકાના ઘટાડાની સાથે 27945.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 92.35 અંક એટલે કે 1.12 ટકા ઘટીને 8161.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્ક નિફટીમાં પણ હજુ વેચવાલીનું જોર જોવા મળે છે જેને કારણે બેન્ક નિફટી પણ ભારે તૂટ્યો હતો.

અત્યારે 10:15 વાગે સેન્સેક્સમાં થોડી રિકવરી બની છે અને હાલ 222 પોઇન્ટ નીચે છે અને 28043ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે જયારે નિફટી 8166 પાર ટ્રેડ કરી રહ્યો છે એટલે 66 પોઇન્ટ નીચે છે જયારે બેન્ક નિફટી 370 પોઇન્ટ નીચે છે.અહીંથી માર્કેટ રિકવર થવાના સંકેત પણ જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here