શનિવારના ઝટકા બાદ શેર બજારમાં રિકવરી

શનિવારે બજેટની ઘોષણા બાદ બજારમાં ભારે ગાબડાં પડ્યા બાદ આજે વિકના  પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય બજારપોઝિટિવ નોટ પર ખુલ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં સવારે કરંટ  જોવા મળ્યો હતો અને બજેટના ઝાટકામાંથી બજાર બહાર આવ્યું હોઈ તેવું લાગતું હતું .

સવારે 10:15 વાગે સેન્સેક્સ 136 પોઇન્ટના વધારા સાથે 39870 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જયારે આજ સમયે નિફિટી 60 પોઇન્ટ વધીને 11717 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શનિવારે બેન્ક નિફટીમાં 1000 પોઇન્ટ ના ગાબડાં બાદ આજે રિકવરી જોવા મળી હતી અને બેન્ક નિફટીમાં 110 પોઇન્ટના વધારા સાથે 29930 પર જોવા મળ્યો હતો.

 આજે જે શેરોમાં હલચલ રહી તેમાં એફએમસીજી, ઑટો, ફાર્મા, આઈટી, રિયલ્ટી, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટીમ ખરીદારી જોવા મળી હતી.
અન્ય સારા શેરોમાં આઈઓસી, એશિયન પેંટ્સ, કોલ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, એચયુએલ, ડૉ.રેડ્ડીઝ અને સન ફાર્મા  વધેલા જોવા  મળ્યા હતા. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, આઈટીસી, હિરોમોટોકૉર્પ, આઈશર મોટર્સ, ઓએનજીસી અને પાવર ગ્રિડમાં વેચવાલી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here