ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી:આગામી બે દિવસોમાં પડી શકે છે સર્વત્ર વરસાદ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયામાં પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

માંડવી મુંદ્રા નખત્રાણા તાલુકાના ગામડાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. દરસડી, ઝરપરા વાંકી, લાખાપર,મંગવાણા,મોસુણા,મોટાયક્ષ,દેવીસર,સુખપર,રોહા,કાદીયા, રવાપર સહિતના બધા ગામોમાં વરસાદની હેલી જોવા મળી હતી. મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગીર સોમનાથ જીલ્લામાં મેઘાનું ધીમી ધારે આગમન થયુ હતું. સુત્રાપાડા પંથકમાં મેઘરાજાની શાનદાર સવારી જોવા મળી હતી. વરસાદમાં મોજ માણતા ભૂલકાઓ પણ જોવા મળ્યા હતા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ શરૂ થતા વાવણી બાદ કાચા સોના સમાન વરસાદથી ધરતીપુત્રો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જામખંભાળિયા પંથકના કેશોદ ગામ આસપાસ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. અડધા કલાકમાં જ વિસ્તારમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ આવતા ખેડૂતોમા હર્ષની લાગણી જોવા મળી હતી. સારો વરસાદ થતાં મગફળીના પાકને સારો ફાયદો થશે. જ્યારે જિલ્લાના ધ્રોલ તાલુકામાં છેલ્લા બે કલાકમાં એક ઇંટ વરસાદ પડ્યો હતો. લાલપુર તાલુકામાં છેલ્લા બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here