મેહુલ ચોકસીને ભારતને સોંપી દેશે એન્ટિગુઆની સરકાર

123

એન્ટિગુઆ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું કે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને ભારત ત્યારે પ્રત્યર્પિત કરવામાં આવશે, જ્યારે તેની અરજીઓનો નિકાલ થઇ જશે. બ્રાઉને ભારતની સરકારી પ્રસારણકર્તા ડીડી ન્યૂઝથી કહ્યું કે, અમે કાનૂને માનનારો એક દેશ છીએ, અને મામલો ન્યાયપાલિકાની સમક્ષ છે.

એન્ટિગુઆના વડાપ્રધાને ચોકસીને અપ્રામાણિક કરાર કરતા કહ્યું કે, તેણે કેટલીક અરજીઓ દાખલ કરી છે અને જ્યાં સુધી તેની અરજીઓનો નિકાલ નહી થતો અમે કંઇ કરી શકતા નથી. તેમણે કહ્યું કે, એન્ટિગુઆ બારબૂડાને તેનાથી કોઇ લાભ નથી. વડાપ્રધાને એવું પણ કહ્યું કે, ભારતીય અધિકારી તેનાથી પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે.

ઉલ્લેખનીય છે કે ચોકસી અને તેના ભત્રિજા નિરવ મોદી દેશ છોડી ભાગી ગયા હતા. બંને 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડ મામલે મુખ્ય આરપી છે. ચોકસીને એન્ટિગુઆ અને બારબૂડાએ આ વર્ષના પ્રારંભમાં નાગરિકતા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here