હજુપણ આ રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર,કોંકણ અને ગોવા,આંતરિક કર્ણાટક,તેલંગાણા,તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પંજાબના મોટાભાગના ભાગો સાથે હરિયાણા,ચંદીગઢ,,દિલ્હીથી રવાના થયું છે. આ સાથે, ઉત્તર પ્રદેશના ભાગો સાથે પશ્ચિમ મધ્યપ્રદેશ,અને પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના ભાગોથી વિદાયની શરૂઆત થઈ છે.ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો,પૂર્વીય ભારતના ભાગો અને મધ્ય ભારતના ઘણા ભાગોથી આવતા બે દિવસ ચોમાસાની વિદાય માટે શરતો અનુકૂળ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,1960 પછી આ પહેલીવાર છે,જ્યારે ચોમાસું મોડું પાછું ફરી રહ્યું છે.ઓક્ટોબરમાં રાજસ્થાનમાં સામાન્ય કરતા 398 ટકા વધુ વરસાદ અને 399 ટકા વધુ વરસાદ પડ્યો હતો.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં 91 ટકા વધુ,ઉત્તરાખંડમાં 113 ટકા,પંજાબમાં 131 ટકા અને મધ્યપ્રદેશમાં 64 ટકા વધુ વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here