મેક્સિકો: વરસાદની અછતને કારણે શેરડીનું ઉત્પાદન ઘટશે

મેક્સિકોમાં ચાલુ વર્ષે વરસાદની અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે 2019ના વર્ષ માટે શેરડીના પાકનું ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે તેમ છે તેમ મેક્સિકોની પ્રમુખ ન્યુઝ વેબસાઈટ જણાવ્યું હતું. મેક્સિકોના જે વિસ્તારોમાં શેરડીનું વાવેતર થઇ છે અને સારો પાક મળે છે તે વિસ્તારોમાં શેરડીનું ઉત્પાદન ઓછું થવણાઈ શક્યતા છે. કારણ કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં શેરડીનું ઉત્પાદન વર્ષ 2019 માટે ઘટી શકે છે તેમ પ્લાન ડે અયાલા મિલના અને સુગરકેન પ્રોડ્યુસર એસોસિયેશનના પ્રમુખ એન્ટોનિયો જુવારેસ ટોરસે જણાવ્યું હતું. ઓછા વરસાદને કારણે શેરડીના વાવેતરનો એરિયા છે ત્યાં શેરડીના પાકનું ચિત્ર સારું ન હોવાનું પણ જણાવાયું છે.દરમિયાન પ્રોડ્યૂસર એસોસિયેટેડ અને નેશનલ સુગરકેન પ્રોડ્યૂસર એસોસિયેશનના નેજા હેઠળ આવતા વિસ્તારોમાંથી 70 % વિસ્તારોમાં શેરડીના પાકને ઓછા વરસાદને કારણે અસર પહોંચશે કારણ કે અહીં સિંચાઇની વ્યવસ્થા નથી અને તેને કારણે જે વાર્ષિક ઉત્પાદનની આશા 2019ના વર્ષ માટે રાખવામાં આવી હતી તેમાં પણ ભાર ઘટાડો થઇ શકે તેમ છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here