મંત્રી રામેશ્વર તેલીએ ગેઇલ કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી

નવી દિલ્હી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ 1લી જૂન 2023ના રોજ GAILની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી. સંદીપ કુમાર ગુપ્તા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, GAIL એ મંત્રી તેલીનું સ્વાગત કર્યું હતું. આયુષ ગુપ્તા આ પ્રસંગે, ડિરેક્ટર HR આયુષ ગુપ્તા પણ હાજર હતા. મંત્રી તેલીએ વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ કર્યો હતો. મીટિંગ દરમિયાન ગેઇલની પ્રવૃતિઓ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. વાતચીત દરમિયાન મંત્રીએ ગેઇલની વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here