એમ્સ્ટરડેમ, નેધરલેન્ડ્ઝ: આરોગ્ય પ્રધાન પોલ બ્લૉકહિસે સાંસદોને જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નેધરલેન્ડની સરકારનો ખાંડ પર ટેક્સ લગાવવાનો કોઈ હેતુ નથી, કેમ કે આવા પગલાઓની અસરકારકતા હજી સાબિત થઈ નથી. જો કે, કોલ્ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ ઘટાડવા અંગે ફૂડ કંપનીઓ સાથે અન્ય કરારો કરવામાં આવ્યા છે. વિશ્વભરમાં 43 દેશોએ ખાંડ પર ટેક્સ લાગુ કર્યો છે.જેમાં યુરોપિયન યુનિયનના 10 દેશો સહિત ખાંડ પર ટેક્સ લાદ્યો છે. નેધરલેન્ડ્સમાં ખાંડ વેરો લેવાની વિનંતી કરવામાં આવી હતી.
પોલ બ્લૉકહિસે સાંસદોને આપેલા બ્રિફિંગમાં કહ્યું હતું કે, ફ્રાન્સ, નોર્વે અને યુકેમાં ખાંડ આધારિત પીણાં પર જે રીતે કર લગાવવામાં આવે છે તેનાથી કેટલાક પ્રમાણમાં હકારાત્મક ફાયદા દેખાય છે, જોકે, લાંબા ગાળાની અસર હજી સાબિત થઈ નથી, કારણ કે કર થોડા સમય પહેલા અમલમાં મૂક્યો. સંશોધન દર્શાવે છે કે ત્રણેય દેશોમાં, ખાંડથી ભરપુર પીણાંનો વપરાશ ઓછો થયો છે, અને નોર્વેમાં વધુ બાટલીમાં ભરાયેલા પાણી વેચવામાં આવી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે આ કર જ તેનું પરિણામ છે કે કેમ. તેમણે કહ્યું કે, માત્ર ખાંડ મેદસ્વીપણાનું કારણ નથી, ઉપરાંત, સરકારના સ્વસ્થ જીવનશૈલી કાર્યક્રમમાં અન્ય પગલાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.