Mishtann Foods (MFL) એ ગુજરાતમાં 1000 KLPDનો ભારતનો સૌથી મોટો અનાજ આધારિત ઇથેનોલ પ્રોજેક્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત સમાચાર અનુસાર, પ્રોજેક્ટની અંદાજિત કિંમત રૂ. 2250 કરોડ છે, જે પ્રત્યક્ષ કે આડકતરી રીતે 5000 થી વધુ લોકોને રોજગાર આપશે અને અંદાજે રૂ. 3500 કરોડની વાર્ષિક આવક પેદા કરશે તેવી અપેક્ષા છે. MFL એ વર્ષ 2024 ના બીજા ત્રિમાસિક ગાળાથી અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટને ચાલુ કરવા માટે પ્રોજેક્ટ તરફ કાર્યક્ષમ રીતે આગળ વધવા માટે જરૂરી પગલાં લીધાં છે.