દેશની 80 કરોડ જનતાને 2 રૂપિયામાં કિલો ઘઉં,3 રૂપિયામાં કિલો ચોખા આપશે મોદી સરકાર

કોરોનાવાઇરસ ની વચ્ચે ભારતે 21 દિવસનું લોકડાઉનમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા પ્રયત્ન શરુ કર્યા છે.હાલ ધંધા રોજગાર બંધ છે ત્યારે ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મોદી સરકારે મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેશના 80 કરોડ લોકોને ઓછા ભાવે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવ પર રાશન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશના 80 કરોડ લોકોને દર મહિને 7 કિલો પ્રતિ વ્યક્તિ રાશન આપશે અને તે પણ 3 મહિના માટે એડવાન્સ.

જાવડેકરે જણાવ્યું કે, સરકાર 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલો વાળા ઘઉં માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોમાં અને 37 રૂપિયા વાળા રાઈસ માત્ર 3 રૂપિયામાં પ્રતિ કિલો આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, તેના પર 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.કેન્દ્ર આ રકમ ત્રણ મહિના માટે રાજ્યોને એડવાન્સમાં આપશે.

કોરોના વાયરસ પર પ્રકાશ જાવડકરે કહ્યું કે, કોરોનાના સંક્રમણથી બચવા માટે સામાજીક અંતર બનાવીને રાખો. કોઈ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો અને હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઇટ પરથી જાણકારી મેળવતા રહો.

કોરોનાના કહેર વચ્ચે પીએમ મોદીની કેબિનેટની બેઠકમાં આજે અલગ નજારો જોવા મળ્યો હતો.તમામ મંત્રી ઓછામાં ઓછા એક મીટરના અંતરે બેઠા હતા.સામાજીક અંતરનું પાલન કરવામાં આવ્યું હતું.હકીકતમાં કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એક-બીજાથી ઓછામાં ઓછા 1-2 મીટરનું સામાજીક અંતર બનાવી રાખવું એકમાત્ર છે. બેઠકમાં અમિત શાહ, રાજનાથ સહિત તમામ વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here