દેશમાં પહોંચી ગયું ચોમાસું, જાણો આગામી પાંચ દિવસની સ્થિતિ

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિતના બાકીના પ્રદેશો પર આગળ વધતાં રવિવારે સામાન્ય આગાહી કરતાં છ દિવસ પહેલાં ચોમાસું દેશમાં પહોંચ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહાર સિવાય સમગ્ર દેશમાં જુલાઈ મહિનામાં ચોમાસું સામાન્ય રહેશે. IMDએ કહ્યું કે ચોમાસું 8 જુલાઈ પહેલા દેશમાં પહોંચી ગયું છે. 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં ઓછો વરસાદ થયો છે.

ટાઈમ્સ નાઉ હિન્દીના અહેવાલ મુજબ, બિહારમાં જૂન મહિનામાં 69 ટકા ઓછો વરસાદ થયો છે. કેરળમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્યોમાં, દક્ષિણ પશ્ચિમ ચોમાસું જૂન મહિના દરમિયાન સામાન્ય કરતા ઓછું જોવા મળી રહ્યું છે.

IMD એ કહ્યું છે કે જુલાઈ મહિના દરમિયાન દેશમાં સરેરાશ માસિક વરસાદ રહેવાની શક્યતા છે. LPA 94 થી 106 ટકા હોઈ શકે છે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. સિક્કિમ, બંગાળ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જો કે મેદાની વિસ્તારોમાં ઓછા વરસાદની શક્યતા છે. સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર પૂર્વીય રાજ્યો સિક્કિમ, આસામ, દક્ષિણ આંદામાન-નિકોબાર ટાપુઓ, મહારાષ્ટ્ર અને તટીય કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. તમિલનાડુના દરિયાકાંઠા પર હળવાથી મધ્યમ અને ભારે વરસાદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here