નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર સુધી દેશમાં ચોમાસાનો વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતા 8 ટકા વધુ હતો. દેશના હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે 2024ના ચોમાસાની સિઝનમાં સૌથી સારો વરસાદ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે નોંધાયો હતો.
વધુમાં, IMD અનુસાર, આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદનું સ્તર ચાર વર્ષમાં સૌથી વધુ નોંધાયું હતું. ચોમાસાનો વરસાદ ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે કારણ કે દેશના ખેડૂતો સિંચાઈ માટે વરસાદ પર ખૂબ આધાર રાખે છે.