ભારતમાં કોરોનાથી 10,000થી વધારે દર્દીઓ થયા સાજા

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરની વેબસાઈટ અનુસાર આજ સાંજના 5વાગ્યા સુધીમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાંથી 10,000 થી વધારે દર્દીઓ સંપૂર્ણ સાજાથઈને પોતાના ઘરે પાછા ફર્યા છે.

હાલ ભારતમાં આજે સાંજના 5 વાગ્યા સુધીના જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ભારતમાં 26,535 હજુ પોઝિટિવ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારોની સંખ્યા પણ વધતી જતી જોવા મળી રહી છે અને ઘણી હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સને પણ કોરોના પોઝિટિવની અસર જોવા મળી છે તેમ છતાં ભારતમાં હવે રિકવરીનો રેસિયો પણ ઝડપથી સુધરી રહ્યો છે.

બલ્કે છેલ્લા પાંચ દિવસમાં ભારતમાં લગભગ 4,000 જેટલાપોઝિટિવ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે જતા જોવા મળ્યા છે.હાલ સરકારની વેબસાઈટ મુજબ આજે સાંજના 5 વાગ્યા સુધીમાં ભારતમાં 10,017 કેસ સાજા થયા છે.આ ફિગર આવનારા એક સપ્તાહમાં ઘણો વધશે કારણ કે હવે જે પોઝિટિવ કેસ દાખલ થતા હતા તેમના મોટા ભાગના દર્દીઓ 14 દિવસ પુરા કરી રહ્યા છે અને જો તેઓના બંને રિપોર્ટ નેગેટિવ આવશે તો તેઓને પણ હોસ્પિટલમાંથી છૂટી મળશે.

જોકે ભારતમાં કુલ 1223 લોકોના મોત પણ નિપજ્યા છે.એક રિપોર્ટ અનુસાર 1223 મૃત્યુમાંથી 40 % લોકો અન્ય સિરિયસ બીમારીના શિકાર પણ હતા અને તેને કારણે પણ તેમના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here