2024 સુધીમાં મધનું બજાર કદ રૂ 2800 કરોડ સુધી લઇ જવા સરકારનો ટાર્ગેટ: નીતિન ગડકરી

ભારત સરકાર હવે ખંડના રિપ્લેસમેન્ટ માટે મધનો પ્રચાર પ્રસાર કરી આવનારા દિવસોમાં તે એક મજબૂત વિકલ્પ અને ખાસ કરીને ગ્રામીણ ભારતમાં એક રોજગારીનું સાધન બની રહે તે માટે પ્રયત્નશીલ બન્યું છે. સરકાર હવે ટલ,રેસ્ટોરાં,એરલાઇન્સ,ચા, કોફી વગેરેમાં ઉપયોગમાં લેવાયેલી ખાંડને બદલે મધના ઉપયોગ પર જોર દઈ રહી છે, કારણ કે સરકાર ગામડાંના ઉદ્યોગને વેગ આપવા માટે મધના ઉપયોગને પ્રોત્સાહન આપવાની મોટ સ્કેલ પર તૈયારી કરી રહી છે.

એમએસએમઈના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમે આ વર્ષે સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ પસંદ કર્યો છે જે મધ ઉદ્યોગ છે (ગ્રામીણ ઉદ્યોગો હેઠળ) અને હું વિમાનો, હોટલો, રેસ્ટોરાંમાં ચા અને કોફીનો ઉપયોગ કરવા માટે મધ દ્વારા ખાંડને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું. મંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન ખાદી અને ગ્રામ ઉદ્યોગો પર છે અને તેનું ટર્નઓવર આ વર્ષે વધારવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે માર્કેટ રિસર્ચ ફર્મ ઇમાર્કના અહેવાલમાં જણાવાયું છે કે ભારતનું મધ બજારનું કદ રૂ.1557.9 કરોડ હતું અને જે 2024 સુધીમાં 2805.7 કરોડ સુધી લઇ જવામાં આવશે

“અમારી વિઝન અને નિશાન ગામડાના ઉદ્યોગો પર છે અને અરૂણાંચલ, મેઘાલય, ત્રિપુરા, લેહ, લદ્દાખ, કાશ્મીર વગેરે જેવા115 મહત્વાકાંક્ષી જિલ્લાઓ પ્રાથમિકતા પર છે.ગ્રામીણ ઉદ્યોગોનું ટર્નઓવર રૂ. 75,૦૦૦ કરોડ હતું અને તે આ વર્ષે રૂ. ૧ લાખ કરોડ થશે, એમ ગડકરીએ જણાવ્યું હતું. મંત્રીએ અગાઉ ખાદી અને ગ્રામ ઉદ્યોગોમાં વૃદ્ધિ અને ટર્નઓવર અને રોજગારની સંભાવનાને વેગ આપવા પર પણ ભાર મૂક્યો હતો. ગડકરીના મતે મધ,મત્સ્યોદ્યોગ,બાયોફ્યુઅલ,વાંસ,વન ઉત્પાદનો વગેરે જેવા ક્ષેત્રોમાંથી આ વૃદ્ધિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here