મુંબઈમાં ભારે ગરમીની શરૂઆત: સાન્તાક્રુઝમાં એક દિવસમાં સાડા પાંચ ડિગ્રી તાપમાન વધીએ 38.1 પર પહોંચ્યું

મુંબઈમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે મેટ સેન્ટાક્રુઝ વેધશાળામાં 1 જાન્યુઆરી પછી ગઈકાલે સોમવારરે દિવસ દરમિયાન 38.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયુ હતું. હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈમાં હજુ ઓછામાં ઓછા બે દિવસ વધુ ગરમી પડી શકે છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો સોમવારે તાપમાન ફેબ્રુઆરીમાં સૌથી વધુ હતું . ફેબ્રુઆરીનું મહત્તમ તાપમાન ત્રણ વર્ષ પહેલાં 19 ફેબ્રુઆરી, 2017 ના રોજ નોંધાયું હતું જ્યારે તાપમાનનો પારો 38.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

હવામાન અધિકારીઓએ નાગરિકોને કાળજી લેવાનું કહ્યું છે. હવામાન વિભાગના પશ્ચિમ ક્ષેત્રના ઉપ-નિયામક કે એસ હોર્સલીકરે જણાવ્યું હતું કે શિયાળામાંથી જયારે ઉનાળો શરુ થતો હોઈ છે ત્યારે આ પ્રકારનો એક ટ્રાન્ઝીશન સમય આવતો હોઈ છે. એકવાર ઉનાળો સેટ થઈ જાય,પછી અમે મહત્તમ તાપમાન સ્થિર થાય તેવી અપેક્ષા રાખીએ છીએ.”
રવિવારે સાન્તાક્રુઝ ખાતે એક જ 5દિવસમાં। 5 ડિગ્રી તાપમાન વધ્યું હતું . અહીં સવારે તાપમાન 32.6 હતું જે બપોરે 38.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું . કોલાબા વેધશાળામાં સોમવારે સાંજે ભેજનું પ્રમાણ 77% નોંધાયું હતું જ્યારે સાન્તાક્રુઝ માટે તે 46% હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here