ભારતમાં એક જ દિવસમાં 3 લાખની નજીક નવા કેસ નોંધાયા

90

બુધવારે ભારતમાં લગભગ 3 લાખ નવા કોવીડ -19 કેસો અને 2000 થી વધુ મૃત્યુ નોંધાયા છે, જે ગયા વર્ષે રોગચાળો ફાટી નીકળ્યા પછીના રેકોર્ડબ્રેક આંકડા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, નવા કોવિડ -19 કેસોના 2,95,041 જેટલા અને 2,023 ના મોત નોંધાયા છે, જેમાં 21,57,538 સક્રિય કેસનો સમાવેશ થાય છે, જયારે ફૂલની સંખ્યા કુલ 1,56,16,130 છે. અત્યાર સુધીમાં 1,32,76,039 જેટલી રિકવરી નોંધાઈ છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 1,67,457 દર્દીની રિકવરી નોંધાઈ છે.

ભારતમાં કુલ મોતની સંખ્યા 1,82,553 પર પહોંચી છે.

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 13,01,19,310 છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, 20 એપ્રિલ સુધીમાં COVID-19 માટે 27,10,53,392 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી ગઈકાલે 16,39,357 પરીક્ષણ કરાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here