નેપાળના વડાપ્રધાન 4 દિવસની ભારત મુલાકાતે આવશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 31 મેથી તેમની ચાર દિવસીય ભારત યાત્રા શરૂ કરશે.

નેપાળના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ એએનઆઈને જણાવ્યું હતું કે, “જો બધુ યોજના મુજબ ચાલ્યું તો, વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 31 મેથી તેમની ભારત મુલાકાત શરૂ કરશે અને 3 જૂને નેપાળ પરત ફરશે.”

આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેવા લમસાલે પુષ્ટિ કરી છે કે દહલ ઉર્ફે પ્રચંડની મુલાકાતને લઈને હિમાલયના દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ વિદેશ યાત્રા સંબંધિત સત્તાવાર નિવેદન શુક્રવાર અથવા શનિવાર સુધીમાં જારી કરવામાં આવી શકે છે. લમસાલે ANIને જણાવ્યું હતું કે, “બંને દેશો દ્વારા એક જ દિવસે તારીખોની જાહેરાત કરવામાં આવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here