ન્યૂ નોર્મલ’માં આઇસક્રીમના વેચાણમાં વધારો

122

નવી દિલ્હી: કોવિડને કારણે ગયા વર્ષે ભારતનો આઈસ્ક્રીમ ઉદ્યોગનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયો હતો. હવે ‘ન્યૂ નોર્મલ’ ફરી એકવાર આઇસક્રીમના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 19,000 કરોડનો બિઝનેસ ધરાવતા અમૂલ, હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ), વાડીલાલ અને મધર ડેરી જેવી ટોચની કંપનીઓએ ફેબ્રુઆરીમાં સમાન સમયગાળામાં મોટો વધારો ગઈ વર્ષની સરખામણીમાં જોવા મળી રહ્યો છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન (અમૂલ) ના એમડી આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, ઉનાળો શરૂ થઈ ગયો છે. અમે માર્ચથી શરૂ થનારી આઇસક્રીમ સીઝનના પ્રથમ ચાર મહિનામાં 100% વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.

મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલના બિઝનેસ હેડ સંજય શર્માએ જણાવ્યું હતું કે, આઇસક્રીમ ઉદ્યોગ માટે માર્ચ અસાધારણ બનશે, કારણ કે અમે ગયા વર્ષના આખા મહિના દરમિયાન જેટલા આઇસક્રીમ વેચ્યા હતા તેટલા માર્ચના પહેલા ત્રણ દિવસમાં વેચ્યા હતા. ” એચયુએલના પ્રવક્તાએ કહ્યું, “જ્યારે લોકડાઉન દરમિયાન અમને એક આંચકો લાગ્યો હતો, હવે આપણે નોંધપાત્ર સુધારો જોઇ રહ્યા છીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here