નવી દિલ્હી:. આજે પેટ્રોલ ડીઝલ ભવઃ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે. જો કે કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ફેરફાર કરવામાં આવ્યા છે.
મોટા મેટ્રોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 94.27 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર છે.
જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર છેજયારે લખનૌમાં પેટ્રોલ 96.44 રૂપિયા અને ડીઝલ 89.64 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં પેટ્રોલ રૂ. 96.89 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર અને નોઈડામાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર છે, બિહારના પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર છે.
છેલ્લા કેટલાક દિવસોથી જાહેર કરાયેલા કાચા તેલના ભાવમાં હવે બ્રેક લાગી રહી છે. નવીનતમ માહિતી અનુસાર, બ્રેન્ટ ક્રૂડની કિંમત $ 0.81 અથવા 0.93 ટકા ઘટીને $ 86.66 પર આવી ગઈ છે. તે જ સમયે, WTI ક્રૂડની કિંમત $ 1.33 અથવા 1.64 ટકા ઘટીને $ 79.68 પર આવી ગઈ છે.