ભોપાલ અને ઇન્દોરમાં રાત્રી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો

ભોપાલ: રાજ્યમાં કોવિડ -19 કેસોમાં થયેલા વધારાને જોતા મધ્યપ્રદેશ સરકારે મંગળવારે આદેશ આપ્યો છે કે, આગામી 17 માર્ચથી ભોપાલ અને ઈન્દોરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. તેમજ જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, બુરહાનપુર, છિંદવાડા, બેતુલ, ખરગોન – આઠ શહેરોના બજારો આગામી ઓર્ડર સુધી 17 માર્ચથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. કોવિડ -19 ના વધતા જતા કેસો વચ્ચે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, અમે કેટલીક સૂચનાઓ જારી કરી છે અને જરૂર પડ્યે કેટલાક વધુ પગલા લઈશું. રવિવારે, ચૌહાણે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન સાથે રાજ્યમાં વધુ કોવિડ -19 રસી અને આરોગ્ય સંબંધિત અન્ય પ્રશ્નોની સપ્લાય કરવામાં મદદ માટે બેઠક યોજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here