નિર્મલા સીતારમણ ક્વીન એલિઝાબેથ અને ડોનાલ્ડ ટ્રંપને પુત્રીથી વધુ પાવરફૂલ

89

દેશના પહેલા મહિલા રક્ષા મંત્રી રહી ચૂકેલા અને હવે દેશના પ્રથમ મહિલા નાણામંત્રી સીતારમણ પોતાની ઓળખ દુનિયાને બતાવી રહ્યા છે. બિઝનેસના સૌથી પ્રચલિત મેગેજીન ફોર્બ્સે કહ્યું કે નિર્મલા સીતારમણ ઇગ્લેંડની ક્વીન એલિઝાબેથ-2 અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇવાંકા ટ્રંપથી વધુ પાવરફૂલ છે. તાજેતરમાં જ જાહેર થયેલ ફોર્બ્સ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફૂલ વુમનની યાદીમાં નિર્મલા સીતારમણને 34મા સ્થાને રાખવામાં આવ્યું છે, જ્યારે ક્વીન એલિઝાબેથ અને ઇવાંકાને નિચલા ક્રમ પર છે.

જાહેર થયેલ રેન્કીંગ અનુસાર ક્વીન એલિઝાબેથ-2ને 40મું સ્થાન મળ્યું છે, જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રંપની પુત્રી ઇવાંકા ટ્રંપને 42મા ક્રમે રાખવામાં આવી છે. નિર્મલા સીતારમણની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે ન્યૂઝિલેંડની વડાપ્રધાન જેસિંડ્રા આર્ડેન સુધી રેન્કીંગ તેનાથી નીચે છે.

જાણકાર કેંદ્વીય નાણામંત્રી આ સ્થાન પર બિરાજમાન થતાં ભારતની વિશ્વમાં દાદ સાથે જોડીને જોઇ રહ્યા છે. વૈશ્વિક મામલે ભારતનો પક્ષ અને આંતરરાષ્ટ્રીય તાકાત સાથે જોડીને જોવામાં આવે છે. જોકે ઘરેલૂ મામલામાં હજુ પણ નાણા મંત્રીને વિભિન્ન મુદા પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ગત થોડા મહિનામાં જીડીપી ઘટતાં અને અર્થવ્યસ્થા ધીમે ચાલતા વિપક્ષીઓ તેમને ઘેરી રહ્યા છે.

નિર્મલા સીતારમણ ઉપરાંત ફોર્બ્સમાં પોતાની જગ્યા બનાવનાર ભારતીયોમાં રોશની નાડાર મલ્હોત્રા અને કિરણ મજૂમદાર શો પણ છે. ફોર્બ્સ લિસ્ટમાં આંતરરાષ્ટ્રીય પોપ સિંગર બ્યોન્સે અને ટેલર સ્વિફ્ટને પણ સ્થાન મળ્યું છે. જાણીતિ ટેનિસ પ્લેયર સેનેના વિલિયન્સ અને પર્યાવરણ અધિકારોમાં તાજેતરમાં જ ચર્ચામાં આવેલી ગ્રેટા થૂનબર્ગને પણ સ્થાન મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here