નિર્મલા સીતારમણ રાજ્યના નાણાં પ્રધાનો સાથે આજે પ્રી-બજેટ બેઠક કરશે

30

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 30 ડિસેમ્બરે રાજ્યના નાણા પ્રધાનો સાથે પ્રી-બજેટ બેઠક યોજવાના છે. આ બેઠક કેન્દ્રીય બજેટ 2022-23 માટે પ્રી-બજેટ પરામર્શની શ્રેણીનો એક ભાગ હશે. જ્યારે આ વર્ષે મોટાભાગની પરામર્શ બેઠકો COVID-19 પ્રતિબંધોને કારણે ઓનલાઈન રાખવામાં આવી છે, ત્યારે રાજ્યના નાણાં પ્રધાનો સાથેની બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં યોજાશે.
દરેક રાજ્યના નાણાં મંત્રીઓ આ બેઠકમાં ભાગ લેશે.ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ આ બેઠકમાં ભાગ લેવા ગઈકાલે જ દિલ્હી પહોંચી ગયા હતા. ગુજરાતના પ્રશ્નોને લઈને પણ તેઓ નાણાં મંત્રી સાથે બેઠક કરશે તેવું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here