જીએસટી દરોમાં ફેરફારની કોઈ સંભાવના નહિં: સુશીલ મોદી

79

બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને એકીકૃત જીએસટી (આઇજીએસટી)ના મંત્રીઓના જૂથના નિયુક્ત કન્વીનર સુશીલ કુમાર મોદીએ શનિવારે કહ્યું હતું કે, આવકની વસૂલાત સ્થિર ન થાય ત્યાં સુધી ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) દરોમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ)ની 92મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં મોદીએ જીએસટી દરમાં વધારા અંગે વધી રહેલી આશંકાને નકારી કાઢી અને કહ્યું કે આ અંગેના મીડિયા અહેવાલો આવ રહ્યા છે, જે સાચા નથી. કર વધારવાની કોઈ તૈયારી નથી

ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભાના બીજા અને છેલ્લા દિવસે અધિવેશનને સંબોધન કરતાં સુશીલ મોદીએ કહ્યું હતું કે, હું તમને ખાતરી આપવા માંગું છું કે કેન્દ્ર સરકાર સહિત કોઈ પણ રાજ્ય કરવેરા દર વધારવા તૈયાર નથી. તેમણે કહ્યું કે, એવા સમયે કે જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી હોય, ત્યારે તમે વપરાશ વધારવા માટે ટેક્સ દર ઘટાડી શકતા નથી, કમસે કમ તેમાં વધારો ન કરવો જોઇએ. આવા સમયે દરમાં કાપ મુકી શકાય, તેમાં વધારો કરી શકાય નહીં.

જીએસટી દરોમાં કોઈપણ ઘટાડાનાં અવકાશ વિશે તેમણે કહ્યું કે, જ્યાં સુધી જીએસટીની આવક સ્થિર નહીં થાય ત્યાં સુધી અમે કાપનો વિચાર કરી શકતા નથી. હકીકતમાં, નજીકના ભવિષ્યમાં જીએસટીના સ્લેબ અથવા દરોમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.

મોદીએ કહ્યું કે, જીએસટી કાઉન્સિલે તેની છેલ્લી બેઠકમાં દરમાં વધારો ફક્ત વર્ષમાં એકવાર ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો હતો. કાઉન્સિલની દરેક બેઠકમાં આવી કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. દેશમાં વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) સિસ્ટમની શરૂઆતના દિવસોને યાદ કરતાં સુશીલ મોદીએ કહ્યું હતું કે, તેઓ જીએસટીના અમલીકરણ અને આઠ દેશોના અનુભવથી પ્રક્રિયાને મજબૂત બનાવવા પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, જીએસટી લાગુ થતા પહેલાના મુકાબલે 99 ટકા ચીજવસ્તુઓ અને સેવાઓ પર ઓછી ડ્યુટી છે. જો કે, તેમણે કહ્યું કે રોકડ ભરતિયું એક મોટી સમસ્યા હોય તેવું લાગે છે અને સરકાર તેને નાબૂદ કરવાના માર્ગો પર ધ્યાન આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here