ગરીબોની વ્હારે આસામ સરકાર: ખાંડ, ચોખા અને દાળ સબસીડી સાથે આપવામાં આવશે

101

આસામ રાજ્યનું સ્ટેટ બજેટ ટૂંક સમયમાં રજૂ થવાનું છે ત્યારે ગરીબો માટે સારા સમાચાર આ બજેટમાં આવી શકે તેમ છે.કારણ કે બજેટ પૂર્વે જ અસાં રાજ્યમાં સત્તા પર રહેલી બીજેપીની સરકારે કેટલીક ચીઝ વસ્તુઓ પર સબસિડીની ઘોષણા કરી છે.

રાજ્યના નાણાં ,હેલ્થ અને પીડબલ્યુ ડીના મંત્રી હિમાંશુ બિસ્વા શર્માએ ગરીબ લોકોની નાડ પારખીને ચોખા ફ્રિ આપવાની જાહેરાત તો કરી દીધી છે પણ સાથોસાથ દળ અને ખાંડ પણ સબસીડી સાથેના ભાવથી હવે સરકાર આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી શકે છે.

સરકારની મુખ્ય યોજના ‘પોષણક્ષમ પોષણ અને પોષણ સહાય (એએનએએ) યોજના’ અંતર્ગત રાજ્યના બે કરોડ લોકોને 1 રૂપિયે કિલોના ભાવથી ચોખા આપવામાં આવશે અને તે ઉપરાંત લોકોને ફાયદો થતી હોઈ તેવી અન્ય સ્કીમનો લાભ પણ આપવા સરકાર કટિબદ્ધ બની છે.ખાંડ પણ સબસીડીના ભાવ સાથે આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here