હવે ગૌતમ અદાણી આ કંપની ખરીદશે, રૂ. 835 કરોડની ડીલ

એશિયાના સૌથી અમીર અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી એક પછી એક ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના બિઝનેસના વિસ્તરણને અનુરૂપ, તેમણે વધુ એક મોટો સોદો મેળવ્યો છે. આ ડીલ 835 કરોડ રૂપિયાની છે. આ અંતર્ગત અદાણી લોજિસ્ટિક્સ હવે ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD) Tumb હસ્તગત કરશે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની સબસિડિયરી કંપની અદાણી લોજિસ્ટિક્સે આ માહિતી આપી છે. કંપનીએ ICD ટમ્બના સંપાદન માટે નવકાર કોર્પ સાથે રૂ. 835 કરોડનો કરાર કર્યો છે.

ICD Tumb સૌથી મોટા ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં સામેલ છે. ICD વ્યૂહાત્મક રીતે હજીરા પોર્ટ અને ન્હાવા શેવા બંદર વચ્ચે સ્થિત છે. તેની ક્ષમતા 0.5 મિલિયન અથવા 5 લાખ TEU છે. આ સોદો ભવિષ્યની વ્યાપાર ક્ષમતા અને કાર્ગોમાં મદદ કરશે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ના સીઇઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી ICDમાંની એકTumb કંપનીના સંપાદનથી કંપની હવે તેન ICD યોજનાઓને પ્રોત્સાહન અને નવો વેગ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here